GK Question and Answers

GK Question and Answers  

www.gujutech.com


(1) ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી


(2)૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ


(3) ૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? Ans: સુરત


(4) 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું


(5) ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ


(6) C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)


(7) Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? Ans: મહાદેવભાઈ દેસાઈ


(8) IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ


(9) Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર

(10) SAG નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત

(11) અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ

(12) અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)

(13) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા

(14) અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા

(15) અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

(16) અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

(17) અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

(18)  અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

(19) અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭

(20) અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

(21) અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ

(22) અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા

(23) અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

(24) અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ

(25) અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

(26) અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪

(27) અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

(28) અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

(29) અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫

(30) અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી

(31) અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

(32) અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ

(33) અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

(34) અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

(35) અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

(36) અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ

(37) અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

(38) અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

(39) અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ

(40) અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

(41) અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧


(42) અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ

(43) અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

(44) અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ

(45) અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

(46) અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

(47) અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

(48) અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

(49) અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો

(50) અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? Ans: ૧૨.૫ કિ.મી.


સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બીનસચિવાલય - જુનિયર કલાર્ક - તલાટી - RRB (NTPC) - SSC (CGL, CHSL) અને અન્ય દરેકમા ખુબ જ ઉપયોગી Study Material ની તમારે જરૂર પડશે જ , જે તમે આ વેબ સાઇટ પરથી  અને Telegram Channel અને Whatsapp Group માંથી મેળવી શકો છો. તો આજે જ જોડવો આમારા ગ્રુપ અને ચેનલ સાથે

Whatsapp Group Join Here

Telegram Channel Join Here 

🔹 બહુ જ ટુંક સમયમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે....

👉 બિનસચિવાલય કલાર્ક
👉 કલાર્ક, જુનિયર કલાર્ક
👉 તલાટી
👉 RRB NTPC
👉 SSC (CGL, CHSL)


અને અન્ય દરેકમાં ખુબ જ ઉપયોગી એવા Material ની તમારે જરૂર પડશે જ, જે તમે www.gujutech.com થી Telegram Channel અને Whatsapp groupમાંથી મેંળવી શકો છો.

 join now Whatsapp

join now Telegram

Post a Comment

0 Comments